પ્રભુ ફુરસદ આપણી બંનેની એક સાથે ભેગી થાતી નથી
જગના કાર્યમાંથી ફુરસદ તને તો મળતી નથી
મન ને વિચારોમાંથી ફુરસદ મને તો મળતી નથી - પ્રભુ...
કરવી છે વાતો આપણે તો ઘણી, નવરાશ હજી એની તો મળતી નથી
લાગે છે જરૂરિયાત આરામની મને, તો કાર્યના થાકથી
જગના કાર્ય કરતા કરતા પણ, પ્રભુ તું થાકતો નથી - પ્રભુ...
કાર્ય કરતા કરતા જગનાં, ફુરસદ કાઢી શકે છે ઘણી
ચાહું હું તો ઘણું, ફુરસદ માયામાંથી કાઢી શકતો નથી - પ્રભુ...
લાગે ભૂલ અમને જ્યારે તારી, ભૂલ એ તો હોતી નથી
સંજોગો ને કર્મો નથી લક્ષ્યમાં અમારા, અમે તને સાચો મુલવી શક્તા નથી - પ્રભુ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)