સુખ જીવનમાં જો જોઈતું હોય તો, સમયના વહેણને સમજી લેજો
સત્યની શક્તિ ખીલવવી હોય, વહેણની સામે તો તરતા શીખી લેજો
વિચારોના વહેણની સામે, સ્થિર ઊભા રહેવું તો શીખી લેજો
સ્થિરતા જીવનની જો ચાહતા હો તો, મનને સ્થિર રાખતા શીખી લેજો
જ્ઞાનની જ્યોતને જલાવવા ચાહતા હો તો, જ્ઞાનને જીવનમાં પચાવી દેજો
જીવનને અજવાળવું હોય તો, સંયમની જ્યોતને જલતી રાખજો
શાંતિ જીવનમાં જો ચાહતા હો તો, જીવન તમારું સરળ બનાવી દેજો
પાત્રતા પ્રેમની વધારવી જો હોય તો, હૈયેથી વેરને સદા હટાવી દેજો
પગથિયાં આધ્યાત્મિક્તાના ચડવા જો હોય તો, પગથિયું શ્રદ્ધાનું સ્થિર રાખજો
દર્શન પ્રભુના જો કરવા હોય તો, મનને પ્રભુમાં લીન બનાવી દેજો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)