વિશાળતામાં વ્યાપ્યો છે, તું રે પ્રભુ, તોય છે પ્રવેશ સાંકડો તો તારા દ્વારે
પહોંચ્યા જે-જે એકવાર તો તારા દ્વારે, ફરે ના પાછા એ તો જગના દ્વારે
છે સૂક્ષ્મ દ્વાર, જ્યાં પ્રભુ, તો તારાં રે, ઘટાડયા વિના ભાર, સૂક્ષ્મ ના થવાયે
ઘટતા જાશે ભાર તો જેના જેવા રે જ્યારે, પહોંચશે પાસે ને પાસે એ તારા દ્વારે
રાખજે વિશાળતા પ્રભુ કાજે તો હૈયે, રાખજે દ્વાર સાંકડા તો દુર્ગૂણ કાજે
વિશાળ રાખજે દ્વાર હૈયાના પ્યાર કાજે, વેર કાજે તો દ્વાર સાંકડા રાખજે
કરવા ખાલી જીવનમાં ભાર તો ખોટા, ભાર સાચો તો તું ભરતો જાજે
સાચા ભારનો ભાર તો નહીં લાગે, હળવો તને એ તો બનાવશે
બનશો હળવા ભારથી જ્યાં જીવનમાં, પ્રભુ તરફની ગતિ વધતી જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)