રાખજે રે, ભાવ હૈયામાં તો સાચાં, રહેશે પ્રભુ તો તારા સાથમાં રે
છે જગ તો, જ્યાં પ્રભુના હાથમાં રે, રહેશે પ્રભુ તો તારા હાથમાં રે
દેખાયે ના, એ તો ભલે રે, આવી વસશે એ તો તારા હૈયામાં રે
વખતોવખત દેશે એ તો ઝાંખી રે, જાશે જ્યાં તું એના ધ્યાનમાં રે
ભાવેભાવના ઉમળકા જાશે હૈયે વધતા રે, રહેશે જ્યાં તું એના ભાવમાં રે
બાહ્ય જ્ઞાન તો ભુલાતું જાશે રે, બનશે જ્યાં લીન તું અંતર્જગમાં રે
રહેશે જોતા ને ખોવાતા એ તો રે, સદા એ તો તારા પ્યારમાં રે
મળ્યું છે જગમાં આ જીવન રે, તને તો જ્યાં તારા કર્મોના દાનમાં રે
રહેશે સદા તો પ્રભુ સાથે ને સાથે રે, છે શક્તિ ભરી રે, એના તો નામમાં રે
ભાવ ને ભક્તિ થાશે જ્યાં પૂરી રે, બોલાવશે રે, એ તને તો એના ધામમાં રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)