માયાના સપાટાની ટક્કર ના ઝીલી શકે, એ જ્ઞાનને જ્ઞાન કેવું ગણું
સ્વાર્થમાં સંબંધ જે પીગળી જાયે, એ સંબંધને, સંબંધ તો કેવા સમજું
નથી જેમાં કોઈ ઉષ્માના છાંટા, એ હેતને હેત તો કેવું ગણું
ના પારખી શકી સાચું કે ખોટું, એ સમજને તો સમજ કેવી સમજું
વિપરીત સંજોગોમાં જે તૂટતી ગઈ, એ હિંમતને તો હિંમત કેવી ગણું
લક્ષ્ય પર પહોંચ્યા વિના જે પાછી પડી, એ ધીરજને ધીરજ તો કેવી સમજું
એક તીરના જ ઘાએ, કવચ સંયમનું જો તૂટી ગયું, એ કવચને કવચ કેવું ગણું
જે જળની ધારા તો ડહોળાયેલી રહી, એ ધારાને ધારા તો કેવી સમજું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)