છે રે જીવનમાં રે તારી, છે આ શાની રે ઉજાણી, છે આ શાની રે ઉજાણી
ફુલ્યોફાલ્યો ફરી રહ્યો છે તું જગમાં, છે શું આ વાત કાંઈ તારાથી અજાણી
નાથ્યો નથી મનના મીરને જ્યાં જીવનમાં, કરે છે જીવનમાં શાની તું ધમાધમી
પડી પડી ભવની ભૂલવણીમાં, કરી રહ્યો છે શું તું, આ ભૂલવણીની ઉજાણી
નથી પાસે કોઈ એવી મૂડી રે તારી, કરી રહ્યો છે શાને રે તું, આ ખર્ચની ઉજાણી
મેળવી નથી શક્યો જિત જીવનમાં જ્યાં તું, વિકારો ઉપર, કરી રહ્યો છે શાને તું ઉજાણી
રહીશ જ્યાં તું એના તાનમાં, રહીશ ના તું તારા ભાનમાં, ભૂલી જા તું આવી ઉજાણી
નથી સાધ્યું જીવનમાં તેં એવું રે કાંઈ, રહ્યો છે શાને ઉત્સુક તું કરવાને ઉજાણી
સમજીશ જીવનમાં જ્યાં તું આ સાચું, લાગશે આ ઉજાણી તને તારી પજવણી
કર જીવનમાં તું એવું, સાર્થક બને જીવન તારું, કર એની સાચી તું ઉજાણી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)