હર જીવનનું મરણ તો નિર્માણ છે, છે એ તો એનો અંતિમ અંજામ
શાનથી તો જીવન જીવી જાજો, છે જીવનની તો એ જ શાન
સમય સમય પર તો સમય સાધજો, છે એ તો સમયની રે માગ
સદાય એ તો સરક્તો ને સરક્તો રહેશે, છે એ જ તો એની પહેચાન
રહ્યો ના કોઈના હાથમાં, રહેશે ના કોઈના હાથમાં, જાશે છોડી એ નિશાન
રૂપ બદલાયા એના, ઢંગ બદલાયા એના, બદલાઈ ના એની આ ચાલ
દિવસ દીધા, રાત દીધી, દીધા પળપળના તો એણે રે વિભાગ
જીવન તો સમયનું એક બિંદુ છે, છે સમય તો સાગર સમાન
સમય સમય પર સહુ કાંઈ શોભે, છે સમયનું એ તો વિધાન
સાધી ના શક્યા જે સમય તો સાચાં, છે મરણ પછી જીવન, એનો અંજામ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)