ઘડી બે ઘડીમાં, ખેલ એવાં ખેલાઈ ગયાં, ખેલ એવાં ખેલાઈ ગયાં
હતા જે નજરની સામે, નજર બહાર, ક્યાં ને ક્યાં, એ ખોવાઈ ગયાં
ના પત્તો દેવા એ રોકાઈ શક્યા, ના પત્તો એનો એ છોડી ગયાં
ધબક્તાં હતાં રે હૈયા રે એના, ધબકવું સદા એ તો ભૂલી ગયાં
વહેતા હતાં આવકાર મીઠાં જે નયનોમાંથી, આવકાર દેવું ચૂકી ગયાં
પ્રેમાળ મીઠાં શબ્દો જે સત્કારતાં હતાં, મૌન આજે એ ધરી રહ્યા
વહેતી હતી ઉષ્મા જેના તનબદનમાંથી, આજે ઠંડાગાર એ થઈ ગયાં
ખુલ્લી આંખો પર પડયા જે પડદા, ના પાછા એ હટી શક્યા
તન રહ્યા ભલે એના અહીં, વસનાર એમાં, લાંબી મુસાફરીએ ઊપડી ગયાં
આવ્યા હતા જ્યાં એ એકલા, ના એની સાથે તો કોઈ ગયાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)