વરસતા વરસાદે જે તરસ્યો રહે, ભાગ્ય એનું તો કેવું ગણવું
હાથમાં આવેલ કોળિયો, જે ના ખાઈ શકે, એને તો શું સમજવું
ઝીલી તોફાનોની ટક્કર, કિનારે નાવ ડૂબી જાયે, એને શું ગણવું
પહોંચી જાયે મંઝિલ પાસે, હિંમત ત્યારે જો તૂટી જાયે, એને શું સમજવું
આદર્યા કામ અધવચ્ચે જો અટકી જાયે, ત્યારે એને તો શું ગણવું
ખુલ્લી આંખે જે જોવા ના ચાહે રે, ત્યારે એને રે શું સમજવું
સમજણ છતાં જે જીવનમાં ના સમજવા ચાહે, ત્યારે એને રે શું ગણવું
પ્રભુ તો જ્યાં દર્શન દેવા આવે, મોઢું ધોવા ત્યારે જાય, એને શું સમજવું
પ્રભુમાં તો વિશ્વાસની વાતો કરે, રાત દિવસ ચિંતા કરે, એને રે શું ગણવું
રાતદિન માગણીની પ્રાર્થના કરે, દેવા આવે ત્યારે લઈ ના શકે, એને શું સમજવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)