કિસ્મત લાવે કોઈને તો પાસે, લઈ જાયે કોઈને તો દૂર
બનશે જીવનમાં તો, હશે કિસ્મતને તો જે મંજૂર
લાવે અનજાનને ભી તો પાસે, જાણીતાને કરે એ તો દૂર
કાલ તો તલસતો અન્ન કાજે, બને પૈસાના નશામાં ચકચૂર
નખમાં હોય ના રોગ તો જેને, બને એ રોગથી તો મજબૂર
બન્યો હોય રોગથી જે મુડદાલ, બની જાય એ તાકાતમાં મશહૂર
દુઃખદર્દથી હણાયું હોય તેજ જેનું, લાવી દે એની આંખોમાં નૂર
પથ્થરને ભી પીગળાવી દે એ તો, વહાવી દે એ તો પ્રેમનાં પૂર
દયાની સરવાણી દે એ અટકાવી, બનાવી દે એને તો એ ક્રૂર
કર્મનો ફેંસલો એ લખી નાંખે, બનાવી દે એ તો ગાંડો તૂર
છે તાકાત બદલવાની હાથમાં પ્રભુના, સમજજે સદા આ તું
શરણું એનું પકડી લે તું સાચું, રાખ કિસ્મતને તુજથી દૂર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)