છોડીને હૈયાનો બધો રે અહંકાર રે પ્રભુ, આવ્યા અમે તો તારે દ્વાર - રે
જોડવા છે આજે અમારે તો પ્રભુ, તારા હૈયાના તાર સાથે તો તાર - રે
કૃપા કીધી અમારા પર તેં તો ઘણી, દીધો તેં માનવ અવતાર - રે
જાણ્યે અજાણ્યે કરીએ કૃત્યો રે ખોટા, આપી માફી, કર અમારો સ્વીકાર - રે
ઊતરી ગયા જીવનમાં નીચે ને નીચે એવા, ચડવું ઉપર, છે એ તો પડકાર - રે
સમજ્યા ન હતા, પડકાર ના સમજાયો, તારા દર્શનની છે અમારી પોકાર - રે
ઘૂમી માયામાં, હાલત બૂરી કરી, નથી કાંઈ એ તારી નજર બહાર - રે
તેજપૂંજ તમને તો છોડી, વળગાડી રહ્યા હૈયે તો ખૂબ અંધકાર - રે
સુધરી નથી હાલત તો અમારી, કરીએ અરજ, છોડાવ અમારા વિકાર - રે
કૃપા તારી વરસાવ તો એવી, હવે માનવ જનમ અમારો તો સુધાર - રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)