અરે પ્રભુ રે પ્રભુ, શું કહું તને રે વધુ, જ્યાં જાણે છે, તું તો બધું
કહીશ જ્યાં તને તો હું, કહીશ ત્યારે તો તું, નથી આમાં કાંઈ તો નવું
હતું ઊછળતું હૈયામાં જે, કહી તને તો દીધું, હૈયું તારું, ના તો એ હલ્યું
રહ્યો મૂંઝાતો તો હું, માર્ગ શોધતો તો ફરું, કહે હવે મારે તો શું કરવું
ભૂલ્યો હઈશ હું તો ઘણું, નથી યાદ તો બધું, કહું તને તો શું વધુ
કહેવું હતું તો પૂરું, અધૂરું એ તો રહી ગયું, સમજી લેજે તું તો બધું
કહેવા કંઈ તો જ્યાં બેસું, કહેવાઈ જાય છે બીજું, જાણે છે આ તો તું
કહેવામાં જો કંઈ ભૂલ કરું, અધૂરું જો એને રાખું, સુધારી લેજે એને રે તું
કહેવામાં જો હું ફરું, કરજે સ્થિર એમાં તું, બીજું તને તો શું કહું
ટૂંકામાં જો કહું, છે એક મારો તો તું, જોજે વિશ્વાસે તો ના હટું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)