જનારા તો જગમાંથી જાય છે, યાદ એની તો મુક્તાં જાય છે
યાદે-યાદે રે એ તો, જીવતાં રહી જાય છે
હરેક ચીજની સ્મૃતિઓ તો એની, યાદ એની જગાવી જાય છે - યાદે...
હતા જ્યાં, સમજાઈ ના હાજરી જેની, ગેરહાજરી યાદ એની અપાવી જાય છે - યાદે...
સમજાઈ ના કિંમત તો ગુણોની જેની, ગુણો એમાં પછી દેખાતાં જાય છે - યાદે...
હતા હાજર, ના દેખાયાં ગુણો એના, ગુણોની મૂર્તિ એ બની જાય છે - યાદે...
દુર્ગુણો જ્યાં ઝીલતાં ગયા એના, ગુણો એના છુપા ત્યાં રહી જાય છે - યાદે...
ઉપકાર નાનો ભી યાદ આવતા એમાં, મોટો એ તો બની જાય છે - યાદે...
કરી ના શક્યા માફ જીવતાં તો જેને, માફી જલદી આપી દેવાય છે - યાદે...
પ્રભુ દેખાતાં નથી જલદી, ગુણો એના તો ખૂબ ગવાતાં જાય છે - યાદે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)