વહેતું રહ્યું આયુષ્ય, રહ્યું બાકી કેટલું, અંદાજ એનો તો નથી
વીત્યા જનમ કેટલાં, મળ્યો માનવદેહ, આ ગણતરી એની તો નથી
આ જનમ વીતતાં, મળશે ક્યારે પાછો માનવદેહ, એ કહી શકાતું નથી
ચૂક્યા કરવા જેવું જીવનમાં તો જે, પસ્તાવા વિના કાંઈ રહેતું નથી
કર્યું જે કાંઈ તો જીવનમાં, મોડું યા વહેલું, ફળ એનું મળ્યા વિના રહેતું નથી
વીત્યો સમય તો મળતો નથી, સમય વધુ પણ મળવાનો નથી
અંતર કાપ્યા વિના જીવનમાં, અંતર મંઝિલનું કદી ઘટવાનું નથી
વેડફી નાખીશ જીવન આ, વૃથા કર્મોમાં, મંઝિલે તો પહોંચાવાનું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)