કદ તનનું તો મપાય છે, કદ આત્માનું તો મપાતું નથી
વજન તનનું તો થાયે, વજન આત્માનું તો થાતું નથી
રહે છે આત્મા તો તનમાં, વજન કે કદમાં ફરક પડતો નથી
છે શક્તિ આત્મામાં તો ઘણી, તન આત્માને બહાર જવા દેતો નથી
છે મેળ બંનેના એવા, એકબીજાને એકબીજા વિના ચાલતું નથી
જલતા તન, થાયે દુઃખ આત્માને, પણ આત્મા કાંઈ જલતો નથી
રહીને તનમાં આત્મા, જુએ સહુને, આત્માને કોઈ જોઈ શક્તું નથી
તનમાં રહીને ઓળખે આત્મા સહુને, આત્માને જલદી કોઈ ઓળખી શક્તું નથી
મન, બુદ્ધિની પાંખે ઊડે એ તો, ઊડવાનું એનું કોઈ દેખી શક્તું નથી
છે પરમાત્માનો અંશ એ તો, પરમાત્માને જલદી મળી શક્તો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)