છે વિશાળ જગ તો તારું રે માડી, છે અતિવિશાળ હૈયું તો તારું
આ જગ તો ધરતીની સીમાથી અંકાયું, તારી કૃપાએ સીમા ના સ્વીકાર્યું
ઊગતા તો સૂર્ય, જગ તો પ્રકાશ પામ્યું, તારા પ્રકાશે તો બંધન સૂર્યનું ના સ્વીકાર્યું
જગ સમયે, સૂર્યનો સાથ સ્વીકાર્યો, ના સાથ તેં તો સમયનો સ્વીકાર્યો
છે કોમળતાથી હૈયું ભર્યું તો તારું રે માડી, કોમળતા તારી સદા હું તો પામું
છે સુશોભિત જગનું આંગણું તો તારું, માનવ સદા બગાડી એને રહ્યું
આયુષ્ય અમારું તો છે અલ્પકાળ ભર્યું, કાળે પણ શરણું તારું તો સ્વીકાર્યું
વિશાળ દૃષ્ટિ તારી જગને નિહાળી રહ્યું, ના દૃષ્ટિ અમારી તને નિહાળી શક્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)