છે માડી તું તો જગતજોગણી રે, છે માડી તું તો જગતજોગણી રે
એક આંખે વરસાવે તું સૂર્યના તેજને રે, બીજી આંખે વરસે ચંદ્રના તેજે રે
તારી આસમાની ચૂંદડી તો, જગ પર તો સદા લહેરાય રે
એમાં તો છે તારલિયાની વિવિધ ભાત રે, ચમકે એ તો સારી રાત રે
શોભા તો છે એની અનોખી રે, કરું શા એના તો વખાણ રે
ગૂંથી છે એમાં અનોખી નક્ષત્રોની ભાત રે, દીધું જગને અનોખું જ્ઞાન રે
ઓઢી અનોખી આવી ચૂંદડી રે, માડી ગરબે રમવાને તો નીકળ્યા રે
ગાજવીજના તો ઢોલ વગાડી, માડી અવની પર રમવા નીકળ્યા રે
ટપ-ટપ વરસતા વર્ષાના તાલે, ધરતીને માડી, તું તો લહેરાવે રે
સાગર તો ભરતી ઓટથી તને વધાવે, માનવના હૈયા આનંદે છલકાય રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)