કોની પડી છે, કોની પડી છે, કોની પડી છે, જગમાં પ્રભુ તમને કોની પડી છે
જાગે છે પ્રશ્ન હૈયાંમાં તો આ, જગમાં તો પ્રભુ તમને તો કોની પડી છે
નથી જરૂર જગમાં તો જ્યાં તમને તો કશાની, જગમાં તમને તો શાની પડી છે
રાહ જોઈ રહ્યાં છો તમે, ભટકતા થાક્યા અમે, ખરેખર શું તમને અમારી પડી છે
નાદાનિયતમાં કે સમજીને કહીએ અમે તમને, પ્રભુ શું તમને એની પડી છે
પ્રેમની ધારા રહે તું તો મોકલતો, ઝીલીએ અમે એને, શું તમને એની પડી છે
કર્મને હવાલે રહ્યો છે સદા તું અમને કરતો, શું અમારા કર્મની તમને પડી છે
છીએ ઉત્સુક તો આપણે મળવાને, મળવાને અમને તો શું તમને પડી છે
સમજી ના શક્યા જીવનભર અમે તો તને, અમને સમજાવવાની શું તમને પડી છે
અવતરી અવતરી, કરી લીલા ઘણી તો તમે, શું તમારી લીલાની તમને પડી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)