એક જ થડની અનેક ડાળીઓ (2)
ફેલાયેલી છે નોખનોખી દિશામાં, છે સહુમાં તત્ત્વ તો એક
સદા વાત આ તો હૈયે ધરજો, રાખી હૈયે તો વિવેક
એક જ સાગરના નામ છે જુદા જુદા (2)
ઊછળે સહુમાં સરખાં રે મોજા, છે સહુમાં તત્ત્વ તો એક - સદા...
એક જ ધરતીનું છે એક જ આકાશ (2)
ચંદ્ર, સૂરજ ને તારા છે સરખાં, નથી કાંઈ એ નોખા-નોખા રે - સદા...
એક જ તનમાં છે હાથ, પગ, નાક, કાન, આંખ તો જુદા (2)
વહે છે એમાં તો રક્ત, છે વહેતું રક્ત એમાં તો એક રે - સદા...
આતમ તો ધરે રૂપ તો જગમાં જુદા-જુદા (2)
નામ ધરાવે ભલે એ જુદા-જુદા, વસે છે પ્રભુ તો એમાં એક - સદા...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)