રહ્યો છું જોતો જગમાં રે, ખેલ તારો તો માડી રે
કર્યા યત્નો સમજવા એને રે, એ તો સમજાતા નથી રે
લાગે સમજ્યાં જરા જ્યાં એને રે, સમજાયું એ તો સમજાયા નથી રે
સંજોગો-સંજોગો છે લક્ષ્યમાં તારા રે, કરો છો ખેલ લક્ષ્યમાં રાખી રે
અસંખ્ય છે સંજોગો ને છે અસંખ્ય નિર્ણયો, કેમ કરી એ સમજાય રે
સમજાવે જ્યાં તું, સમજાય બધું, એના વિના ના કાંઈ સમજાય રે
કદી લાગ્યા ખેલ સાચા, કદી ખોટા, લક્ષ્યમાં ના આવ્યા સંજોગ રે
કરે ખેલ ક્યારે કેમ ને કેવા, બદલે એને કેવા, ના એ સમજાય રે
અટકે ના ખેલ તારા, રહે એ તો ચાલુ ને ચાલુ, અટકશે ક્યારે, ના સમજાય રે
છીએ અમે તો ખિલોના જગમાં તારા, સમજીએ છીએ, તોય ના સમજાય રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)