છે મુસાફરી તો તારી, સમયની સાથેને સાથે, રહેજે તું એની સાથેને સાથે
દઈ જાશે એ હાથતાળી તને તો ક્યારે, જીવનમાં ના તને તો એ સમજાશે
કરવાનું છે જીવનમાં, કરીને નિર્ણય અમલમાં લાવજે, જોજે સમય ના છેતરી જાયે
પડી ગયો જ્યાં પાછળ તું સમયમાં, સમય તો આગળને આગળ ચાલ્યો જાશે
કદી લાગશે ને માનીશ તને તું સાચો, સમયની સાથે ના ચાલનારો, રહે છે પાછોને પાછો
વીત્યો સમય જે હાથમાંથી તારા, નથી પાછો એ આવવાનો, પ્રભુ પણ નથી એ દઈ શકવાનો
સમયની પાછળ રહી રહી, જીવનમાં પસ્તાવા વિના હાથમાં તું શું મેળવવાનો
સમયને સાથમાં લઈને, હાથમાં રાખી કરજે કાર્યો તું એવા, સમય રહી જાય એને જોતોને જોતો
સમય રાહ જોઈ રહ્યો છે એવા નરની, જે દઈ જાય જશ એને, કાઢે ના દોષ એનો
મેળવાશે ગયેંલું બધું જીવનમાં, મેળવાશે નહી જીવનમાં, સમય તો જે વીત્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)