રે મારા અંતરના અંતર્યામી રે, રે મારા ઘટ-ઘટના સ્વામી રે
લેજો હવે મને તો સંભાળી રે (2)
છો નિર્ગુણ ને નિરાકારી, બની સાકાર રહ્યા જગમાં વ્યાપી રે - લેજો...
છો તમે પૂર્ણ પ્રકાશી રે, છો તમે તો નિત્ય અવિનાશી રે - લેજો...
છો તમે રક્ષણકારી રે, છો તમે તો સદા હિતકારી રે - લેજો...
છો તમે કલ્યાણકારી રે, છો તમે તો પાવનકારી રે - લેજો...
છો તમે નિત્ય દયાળુ રે, છો તમે તો સદા કૃપાળુ રે - લેજો...
છો તમે સર્વવ્યાપી રે, છો તમે તો ત્રિકાળ વ્યાપી રે - લેજો...
છો તમે કરૂણાકારી રે, છો તમે તો તારણહારી રે - લેજો...
નથી કાંઈ તુજથી અજાણ્યું રે, રે મારા અંતરના અંતર્યામી રે - લેજો...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)