માંડી ગણતરી, ભલે જીવનમાં, કાર્યો કરતા જાય
જીવનમાં કદી-કદી ઊલટું તોય થાતું જાય
શાંત સરોવરમાં ભી તો તોફાન જાગી જાય
કુદરતના ત્યારે તો, હાથ જગમાં તો વરતાય
કાજળઘેર્યાં આકાશમાંથી, કિરણ સૂર્યનું સરક્તું જાય
શાંત પ્રકૃતિમાં માનવી પણ, કદી-કદી ક્રોધે ભરાય - કુદરતના...
નાના અમથા બીજમાંથી તો વિશાળ વટવૃક્ષ સરજાય
એક જ બુંદમાંથી માનવ સરજાયે, નોખનોખા અંગો દેખાય - કુદરતના...
એક જ મા-બાપના સંતાન, નીવડે કોઈ બુદ્ધિશાળી, કોઈ કાચા રહી જાય
સરિતાનાં જળ રહે રે વહેતાં, તોય ગંગાજળ પવિત્ર ગણાય - કુદરતના...
માનવીનું કદ તો મપાયું, બુદ્ધિની સીમા તો ના મપાય
વિકરાળ પ્રાણી પણ પોતાના બચ્ચાને, પ્યાર કરતા જાય - કુદરતના..
ભેદ ન રાખ્યા પ્રભુએ, કાળા ગોરાના, સંતાન એના એ પાડતા જાય
અંતરથી જે ભેદ નથી ભૂલ્યાં, પ્રભુને એ તો ભૂલતાં જાય - કુદરતના...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)