રોકોને માડી, રોકોને ફરતા મારા મનડાંને, માડી હવે રોકોને
નથી લગામ એની મારા હાથમાં રે, લેજો લગામ એની તમારા હાથમાં રે
કરતું રહ્યું છે જીવનભર મનધાર્યું રે, તમારું ધાર્યું એની પાસે હવે કરાવોને
ચાલ રહ્યું છે અટપટી એ ચાલતું રે, ચાલ હવે એની તો સુધારોને
થકવે છે મને, નથી એ થાકતું રે, માડી હવે એને તો તમે થકવોને
રહ્યું છે ફરતું, ફેરવતું રહ્યું છે બુદ્ધિને, હવે ફરતું એને તો રોકોને
સમજાવ્યું ઘણું, નથી એ સમજતું રે, માડી હવે તમે એને સમજાવોને
જન્મ્યું છે રે માડી, એ તો તુજમાંથી રે, તારા ચરણમાં હવે એને રાખોને
બનવા દીધો ના યોગી, બનાવ્યો ભોગી રે, વાત હવે તમે આ ઊલટાવોને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)