છે માગણીઓની લંગાર સહુ પાસે લાંબી રે માડી, કોની કોની રે તું પૂરી કરીશ
રહ્યા છે માગણી તો સહુ કોઈ મૂકી, કોની ને કેવી, ખામી તું તો ખુલ્લી કરીશ
છે અન્નનો ભંડાર તો તું, છે લક્ષ્મીનો ભંડાર તો તું, કોને કોને જગમાં તું આપીશ
કરવી માગણી તો છે સહેલી, માગણી તો કોની રે તું સ્વીકારીશ
કર્મની દોરી તારી તો છે કેવી, સહુને શું તું એનાથી રે અટકાવીશ
દેતી રહી જગને તો ઘણું, માગણીની લંગાર ના અટકી, તેમાં તું શું કરીશ
છે જગમાં જ્યાં સહુ તારા રે બાળ, નોખાં તું તો ના ગણી શકીશ
પૂરી કરી જીવનમાં માગણીઓ કંઈક, શું તું એને તો ભુલાવતી રહીશ
રાહ જોઈ રહી છે તું તો એની, આવે વિરલો, કહે, માગણીઓની માગણી સમાપ્ત કરીશ
એવા બાળને તો માડી, ના માગતા પણ, એનું બધું તો તું પૂરું કરીશ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)