છે જનમ પહેલાંથી શરૂ થતી આ તો કહાની
જનમથી શરૂ થતી દેખાયે, મરણ સાથે નથી પૂરી એ તો થવાની
છે માનવ ને પ્રાણીની આ કહાની, છે સહુની આ તો કહાની
વેઠયા કંઈક કારાવાસો, છૂટયા કંઈક કારાવાસો, છે આ તનના કારાવાસની કહાની
આવ્યા ક્યાંથી ખબર નથી, છીએ કોણ એની સમજ નથી
પહોંચવાના ક્યાં કેમ ને ક્યારે, ખબર નથી, છે અનોખી આવી એ તો કહાની
સફળતા ને નિષ્ફળતાથી છે ભરેલી, કોઈ સફળ કર્મના ફળની તો છે અદ્દભુત કહાની
છે અદૃશ્ય દુશ્મનોની સાથેની, હાર-જીતની આ તો કહાની
લાગે નવી-નવી એ આજની, છે યુગો-યુગોની પૂરાણી તો કહાની
નીકળ્યા જ્યાં સહુ પ્રભુમાંથી, પ્રભુમાં એ તો પૂરી થવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)