રહ્યા ભલે, તારા મનના ભેદ તો, તુજથી અજાણ્યા રે
ભીતરના ભેદ તો, જગમાં, સદા ભગવાન તો જાણે છે
હશે ભલે, હૈયાના ઊંડાણ તો ઊંડા રે, નજર પ્રભુની ત્યાં પહોંચવાની છે - રે
કર્યા વિચાર તો કેમ ને ક્યારે રે, નોંધ એની તો સદા પ્રભુ પાસે છે - રે
તારા હૈયાની સાચી લાગણીના પડઘા રે, પ્રભુ સદા તો પાડે છે - રે
ભલે કર્મના ગૂંચવાડા તારા તને લાગે રે, પ્રભુ પાસે સદા એનો ઉપાય છે - રે
તારા પ્રેમના તો સાગરમાં નહાવા રે, પ્રભુ સદા તો તૈયાર છે - રે
ત્રણે કાળ તો છે જેના હાથમાં રે, તારા ભાવમાં બંધાવા તૈયાર છે - રે
જગની સ્થિરતા તો છે જેના હાથમાં રે, તારા હૈયામાં સ્થિર રહેવા માગે છે - રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)