જે નથી તારું, નથી તારા હાથમાં રહેવાનું, દોડી પાછળ એની, નથી કાંઈ વળવાનું
રહી રહી ઉદાસ, નથી જે કાંઈ તારી પાસ, નથી શોભા તને તો એ કાંઈ દેવાનું
કર્યા હશે યત્નો, તેં સાચા કે ખોટા, પ્રભુથી નથી કાંઈ તો એ છૂપું રહેવાનું
ચાહ્યાં દુઃખ દર્દમાં દિલાસા મળ્યા કે ના મળ્યા, બહાર એમાંથી નથી એ કાઢવાનું
સમજ્યો હશે પ્રભુને તું સાચી રીતે જીવનમાં, બીજું જાણીને જીવનમાં શું વળવાનું
સમસ્યાઓ આવશે ને જાગશે તો જીવનમાં, સામનો કર્યા વિના નથી એમાં ચાલવાનું
રાખીને ઘી દૂધમાં પગ તો તારા, જીવનમાં નથી કાંઈ હાથમાં એમાં તો આવવાનું
આવ્યો તું ખાલી હાથે, જાશે તું ખાલી હાથે, સત્ય આ નથી કાંઈ ભૂલવાનું
ભરી ભરી ભરશે ગમે એટલું, નથી કાંઈ હાથમાં રહેવાનું, નથી કાંઈ તારું વળવાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)