કોને કોને તો જગમાં, કોનાં રે ગણવા રે (2)
જ્યાં નિજ સ્વાર્થ રહ્યા છે ટકરાતાં ને બદલાતાં રે – ત્યાં કોને...
રહે તો જ્યાં સહુ નિજ સ્વાર્થમાં, રચ્યાપચ્યા રે – ત્યાં કોને...
લાગે જે આજે, છે સાથે ને સાથે, પડશે કાલે એ તો સામે રે – ત્યાં કોને...
રહો પંપાળતા, ખૂબ તો જેને રે, આંખ સામે કાઢી ઊભા થાતાં રે – ત્યાં કોને...
લાગે સુખદુઃખમાં રહેશે સાથે રે, અધવચ્ચે એ તો ફસકાતા રે – ત્યાં કોને...
લીધા શ્વાસ ગણી પોતાના રે, પડે છે એને ભી તો છોડવાં રે – ત્યાં કોને...
રહી તનની અંદર, માન્યું પોતાનું રે, સાથ ના પૂરા એના મળ્યાં રે – ત્યાં કોને...
ગણી વૃત્તિ પોતાની, તણાયા પાછળ રે, મુસીબતો ઊભી કરતા ગયાં રે – ત્યાં કોને...
છે પ્રભુ સદા પોતાના રે, ના સમજ્યાં એને તો પોતાના રે – ત્યાં કોને...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)