ચૂકી ગયા, ચૂકી ગયા જીવનમાં રે, મોકા કંઈક તો ચૂકી ગયા રે
આવ્યાં વળાંક જીવનમાં એવા, રહી અનિર્ણિત, નિર્ણય ના લીધા રે – ત્યાં ચૂકી…
મળ્યું માનવ તન તો જગમાં રે, રહ્યા રચ્યાપચ્યા આળપંપાળમાં રે – ત્યાં ચૂકી…
શંકા કુશંકા રહી જાગતી મનમાં રે, નિવારણ એના જ્યાં ના મળ્યાં રે – ત્યાં ચૂકી…
લાગ્યું સાચું જીવનમાં જે, હિંમતની ઊણપમાં, અમલ અધૂરાં રહ્યાં રે – ત્યાં ચૂકી…
મોહ લોભમાં જ્યાં તણાતાં રહ્યાં રે, ના કરવાનું કરતા રહ્યાં રે – ત્યાં ચૂકી…
ક્ષણિક આવેગોમાં તો તણાઈ, લક્ષ્ય જીવનનું તો ચૂકી ગયા રે – ત્યાં ચૂકી…
માર્ગ જીવનમાં કંઈક ચૂકી ગયા, માનવધર્મ ભી તો ભૂલી ગયા રે – ત્યાં ચૂકી…
અસંતોષના અગ્નિમાં જ્યાં જલી ઊઠયાં રે, ભાન ત્યાં ભૂલી ગયા રે – ત્યાં ચૂકી…
મન વૃત્તિ સાથે તો જ્યાં દોડી ગયા રે, લક્ષ્ય ત્યાં ચૂકી ગયા રે – ત્યાં ચૂકી…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)