ઢમક્યા ઢોલિડા ઢોલ, બોલ્યા એ તો બોલ, ઢમ ઢમા ઢમ, હો ઢમ ઢમા ઢમ - રે
રાસે રમતી નારીના ઝાંઝર ત્યાં તો બોલ્યા રે, છમ છમા છમ, હો છમ છમા છમ
આકાશે તો તારલિયા ટમક્યા રે, હો ટમ ટમા ટમ, હો ટમ ટમા ટમ
રાસરસિયાના પગ તો તાલ દેતા રે, હો ધમ ધમા ધમ, હો ધમ ધમા ધમ
પવનની લહેરીઓના સૂર ત્યાં બોલ્યા રે, હો સમ સમા સમ, હો સમ સમા સમ
તાળીઓની રમઝટ ના તાલ ત્યાં બોલ્યા રે, હો ઝમ ઝમા ઝમ, હો ઝમ ઝમા ઝમ
હૈયે હૈયાની ધડકન ત્યાં તાલ તો દેતી રે, હો ધક ધકા ધક, હો ધક ધકા ધક
શ્વાસેશ્વાસ તાલ ત્યાં દેવા લાગ્યા રે, હો હમ હમા હમ, હો હમ હમા હમ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)