મનને મનાવવાને કે કરવા મનને રાજી રે, શોધ ના બહાના તું સાચા કે ખોટા રે
શોધતા તો મળશે તને તો, બહાના, સાચા ને ખોટા રે - શોધ...
થાશે રાજી જ્યાં આજે, જાશે ભૂલી કાલે, કરવા મનના તો શું ભરોસા રે - શોધ...
સમજી ના શક્યો કે જાણી ના શક્યો મનને, કરીશ ઊભા ત્યાં તો તું ગોટાળા રે - શોધ...
થાશે રાજી આજે એ એકમાં, કાલે બીજામાં, ગોતીશ બહાના તો તું કેટલા રે - શોધ...
નમીશ જ્યાં એકવાર તું એને, પડશે નમવું તારે એને તો હજારવાર રે - શોધ...
દૃઢ બની મેળવ તું કાબૂ, થાક્તો ના તું એવી તો આ રમતમાં રે - શોધ...
દિવસે તો એ તારા ગણાવશે, નથી કાંઈ રીત એની તો અજાણી રે - શોધ...
છે શક્તિશાળી એ તો, બન શક્તિશાળી તું તો, રહી શક્તિના સાથમાં રે - શોધ...
છે પ્રભુ સ્રોત તો શક્તિનું, સદા શક્તિ એમાંથી તું મેળવજે રે - શોધ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)