જે પાણીએ મગ ચડતા હોય જો,એ પાણીએ એને તું ચડાવજે રે
ખાવો છે જ્યાં તારે તો રોટલો, ટપટપ ના ગણવા તો તું બેસજે રે
વાતોના વડાએ ના પેટ તો ભરાશે, લક્ષ્યમાં સદા આ તો રાખજે રે
તરશે ગળું તારું સુકાતું, જ્યાં હોય રે પાણી ચિત્રનું, ત્યાં નવ ચાલશે રે
જાવું હોય જ્યાં, ના વિગત એની લીધી, બીજી વિગતો ના ત્યાં ચાલશે રે
પ્રભુ વિષે વાંચ્યું, સમજવા, અમલ વિના દૂર એને તું તો રાખશે રે
મિથ્યા સંતોષથી તો, હૈયે ના સાચી શાંતિ તો આવશે રે
શબ્દોના સાથિયા પૂરીને કાંઈ, ગણના સંતમાં તો નવ થાશે રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)