લાવ્યા સાથે તમે શું રે જગમાં, કે સાથે શું તમે તો લઈ જવાના
મળ્યા શ્વાસો ભી ને જ્યાં તમને રે જગમાં, પડશે એને ભી તો જગમાં છોડી જવાના
મળ્યું તનડું ભી તને તો જ્યાં જગમાં, પડશે જવું છોડી એને ભી તો જગમાં
મળ્યા અન્ન, કાપડ ભી તને તો જ્યાં જગમાં, પડશે એને ભી તો છોડવા રે જગમાં
મળ્યા ધનદોલત ભી તને તો જગમાં, પડશે છોડી જવા એને ભી તો જગમાં
સગાસંબંધી ભી મળ્યા તને તો જગમાં, છોડી જવા પડશે એને ભી તો જગમાં
વેરઝેર ભી તો જડયાં તને તો જગમાં, પડશે જાવા ભૂલી એને ભી તો જગમાં
સુખદુઃખ ભી તો મળ્યા તને તો જગમાં, પડશે જાવા રે ભૂલી એને ભી તો જગમાં
યાદ મળી તને સારી માઠી ભી તો જગમાં, રહી જાશે એ ભી તો જગમાં
લાવ્યો તું કર્મો તો તારી સાથે રે જગમાં, આવશે કર્મો જ સાથે છોડતા જગમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)