ક્યાં જાવું રે પ્રભુ, મારે ક્યાં જાવું (2)
પાડું રે પગલાં જ્યાં જ્યાં જગમાં રે પ્રભુ, ત્યાં-ત્યાં તો હું તને નિહાળું
કરું બંધ દૃષ્ટિ કે રાખું એને રે ખુલ્લી, રૂપ તારું તો ત્યાં દેખાતું
ખોવાઈ જાવા ચાહું યાદોમાં તારી, ત્યાં-ત્યાં યાદ તારી હું તો પામું
કરું કોશિશ જ્યાં હું તો સૂવા, સપનામાં મૂર્તિ મનોહર તારી નિહાળું
લઉં ખોરાક ખાવા જ્યાં હાથમાં, મુખડું હસતું, તારું એમાં તો દેખાતું
જ્યાં જાઉં પીવા જળ હું તો, જળમાં રૂપ નર્તન તારું તો કરતું
ભાગી-ભાગી ભાગું હું જ્યાં તુજથી, તુજથી તો ના ભાગી શકું
કરી ના શકું ગુસ્સો તારા પર, હસતું મુખડું તારું તો જ્યાં દેખાતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)