છે જીવનની આ રમત તો કેવી રે પ્રભુ, કદી નજદીક, કદી દૂર તું તો લાગે છે
મન ત્યાગ કદી મોટો તો કરી શકે, નાનામાં એ તો કદી લોભાઈ જાય છે
જીવનમાં અખંડ તરવૈયા પણ તરી-તરી, કદી કિનારે તો ડૂબી જાય છે
જ્ઞાનીઓ જીવનમાં કંઈક ગૂંચો ઉકેલી શક્યા, પણ નાની ગૂંચમાં ગૂંચવાઈ જાય છે
અન્યના ગુનાની ટીકાઓ કરનાર પણ, ખુદ એ ગુના તો કરતા જાય છે
સત્ય કાજે જીવનમાં સદા ઝઝૂમતા રહે, સત્યના શિકાર એ બની જાય છે
દેતા રહે હિંમત જે અન્યને, ખુદ એ પણ હિંમતથી તો તૂટતાં જાય છે
શબ્દો તો જેના પાથરે અજવાળાં, ખુદ અંધકારે ડૂબતા એ તો દેખાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)