છે નશીલી વાતો તારી રે પ્રભુ, ચઢાવજે નશો તું એનો રે મને
બેસીશ ને રહીશ નશામાં તો તારા, રાખીશ નજર સામે મારી તો તને
ચડવા ના દેજે નશો મને તું માયાનો, રાખજે મુક્ત એનાથી તો મને
રહેજે નજર સામે તું તો મારી, મારી નજર સામે રહેવા દેજે તને
ભૂલું સાનભાન જગનું ને ખુદનું, ભૂલવા દેજે એમાં તો મને
ભૂલું ભલે હું બીજું બધું, જોજે ભૂલું ના જગમાં હું તો તને
પડતું નથી તો ચેન તારા વિના રે પ્રભુ, જગમાં તો મને
મારા ગણીને તને રે પ્રભુ, કહું છું જગમાં આ બધું તો તને
એકવાર નામ લઈને મારું રે પ્રભુ, પોકાર તું ભી તો મને
જ્યાં પોકાર કરું છું હું તો સદા, જગમાં નામ લઈ તારું તો તને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)