સાંભળીને રણકાર તો મીઠા-મીઠા ઝાંઝરના રે
આંખડી મારી (2) વહેલી-વહેલી તો ખૂલી ગઈ
દેખાઈ આંખ સામે, મૂર્તિ હસતી તો ‘મા’ ની રે
હસતી-હસતી મને, એ તો નીરખી રહી - આંખડી...
વગર બોલ્યે ને વગર કહે, ઘણું-ઘણું એ કહેતી ગઈ રે - આંખડી..
આંખડીના તેજ અનોખા એના, મારા હૈયામાં એ પાથરતી ગઈ રે - આંખડી...
જોઈ સપનામાં જે મૂર્તિ, આંખ સામે આવી એ ઊભી રહી રે - આંખડી...
જનમો-જનમની પ્રીત જગાવી, મારા હૈયામાં એ તો વસી ગઈ રે - આંખડી...
સાનભાન ગયો ભૂલી હું તો મારું, સમયભાન એ ભુલાવી ગઈ રે - આંખડી...
દઈ દર્શન અનોખા એના, પાવન મને એ તો કરતી ગઈ રે - આંખડી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)