મૂકીને માથું, દે સુવાડી મને ખોળામાં તારા રે માડી, મીઠી નીંદર તું આપ
મીઠી નીંદર તું આપ, મને રે માડી, મીઠી નીંદર તું આપ
હેતભર્યો હાથ માથે રે ફેરવી રે માડી, મીઠી નીંદર તું આપ
ચિંતાઓ મારી સર્વે લેજે હરી રે માડી, મીઠી નીંદર તું આપ
સુખદુઃખના ઘાવો હૈયાના રે મારા, સાફ એને તો કરી નાંખ
જીવનની ઝંઝટો ભુલાવીને બધી રે મને, નીંદર સુખની તું આપ
સૂતો છું જ્યાં હું તારા ખોળામાં, ઊઠતાં કરું દર્શન તારા, મને એમ તો જગાડ
ખસે ના મૂર્તિ હૈયેથી તો તારી, આશીર્વાદ એવા તો તું આપ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)