વૃત્તિઓની નગ્નતા તો ખુદની ખુદને સતાવે છે
ખુદની નગ્નતાની તો ખુદને તો શરમ આવે છે
કરે કોશિશ માનવ ઢાંકવા તો તન તો જગમાં
અન્યના વસ્ત્ર ઉતારવા, માનવ ના શરમાય છે
કલ્પનાના ને ઇચ્છાઓના સોહામણા નામો તો આપે
વૃત્તિઓના નગ્ન નાચ, અંતરમાં તો રચાવે છે
એના નાચમાં ને નાચમાં, મનને તો નચાવે છે
શાંતિની કરીને વાતો, અશાંતિ તો જગાવે છે
સદ્દગુણોના ઓઠાં નીચે, નાચ ક્યાંક આ ચાલે છે
ખુદ રહે છે એમાં થાકતાં, ના બહાર એમાંથી આવે છે
શાંતિ ને સત્ય, સાધના વિના, ના શાંતિ સંભવે
ત્યાગ્યા વિના તો માયા, જીવનમાં ના શાંતિ આવે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)