જીવનમાં હું ખુશ થઈ ગયો, જીવનમાં હું ખુશ થઈ ગયો
સ્વપ્નું જીવનમાં મારું સાકાર થઈ ગયું, જીવનમાં હું ખુશ થઈ ગયો
પુરુષાર્થની કેડી ઉપર જ્યાં ચાલતો ગયો, અશક્યને શક્ય બનાવતો ગયો
કંઈક આકારો રહી ગયા સ્વપ્નામાં, સ્વપ્નું સાકાર તોયે બનાવતો ગયો
એક સાકાર સ્વપ્ને, વિશ્વાસની એવી ટોચ ઉપર, હું એ લઈ ગયો
અસ્થિરતામાંથી પણ, સ્થિરતાની ટોચ ઉપર, હું એમાં પહોંચી ગયો
મૂંઝાતા મારા એ મનમાં પણ, સાકાર સ્વપ્નને નજર સામે જોતો ગયો
સ્વપ્ન ગયા બદલાતાં જીવનમાં, આકાર પણ રહ્યાં બદલાતાં સ્વપ્નના
રહ્યો કે ના બન્યો મક્કમ જીવનમાં, સ્વપ્નો સાકાર ના કરી શક્યો
સ્વપ્ન આકાર જ્યાં બદલતાંને બદલતાં ગયા, હું એમાં મૂંઝાઈ ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)