રે પ્રભુ તને મસ્કો માર્યા વિના, અમારું કાંઈ ચાલતું નથી
ડગલે ને પગલે પડે જરૂર તારી, મસ્કો માર્યા વિના રહેવાતું નથી
જગમાં તો થાય જ્યાં તારું ધાર્યું, મસ્કા માર્યા વિના વળવાનું નથી
ગઈ છે પડી હવે આદત એવી, મસ્કા માર્યા વિના રહેવાતું નથી
ગુણો-અવગુણોનો કર્તા છે જ્યાં તું, તારા ગુણને મસ્કો માર્યા વિના રહ્યા નથી
જીવનમાં તો મસ્કાથી મળતું રહ્યું, તારા પર અજમાવ્યા વિના રહેતા નથી
ભલે તને ગમે કે ના ગમે, અમે આ વિના બીજું કાંઈ કર્યું નથી
જ્યાં જરૂર પડી, મસ્કો શરૂ કરી, આશ લગાવ્યા વિના રહ્યાં નથી
ગઈ છે હવે આદત બની, જાણ્યે-અજાણ્યે મસ્કો માર્યા વિના રહેતા નથી
કહીએ અમે મસ્કો કે ગુણગાન તારા, સ્વીકાર્યા વિના તું રહેતો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)