તારા મનની રે હાલત માડી, અમને તો ખબર નથી
અમારા મનની હાલત તો માડી, તુજથી તો અજાણી નથી
કરશે શું તું જગમાં રે માડી, અમે એ કાંઈ કહી શક્તા નથી
કરશું શું અમે જગમાં રે માડી, તારી એ તો જાણ બહાર નથી
છે કર્મનો ચોપડો તારી નજરમાં, એ તારાથી કાંઈ છૂપું નથી
અમારા કર્મોથી છીએ અમે અજાણ, નજર અમારી પહોંચતી નથી
દૃષ્ટિ તો છે સંપૂર્ણ તારી, નજર અમારી બધું જોઈ શક્તી નથી
રહ્યા છીએ અમે તોય અહંમાં ફુલાઈ, તારામાં તો અહં તલભાર નથી
દીધી કેદ અમને તનની તો એવી, એના વિના બીજું ગમતું નથી
તનની તો ઝંઝટ નથી રે તારે, તારા તનને તોય સીમા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)