દુઃખો અમારા રે પ્રભુ, નજરમાં તો તું રાખ
દુઃખી ના તું થાજે, પણ દુઃખમાં તો અમને ન રાખ
ભલે ના હોયે સુખની ચાહના, પણ દુઃખ તો ના આપ
શક્તિ નથી અમારી રે પ્રભુ, શક્તિ અમારી તો ના માપ
મૂકજે કાપ બીજામાં ભલે, સુખમાં મૂક ના તું કાપ
લીધું દીધું જાજે ભૂલી, નજરમાંથી એ તો કાઢી નાંખ
સમજ અમારી છે અધૂરી, નિત્ય ધ્યાનમાં તું આ રાખ
તારા વિના બીજું કોણ છે અમારું, ના અધ્ધવચ્ચે અમને રાખ
નાંખી ભુલાવામાં માયામાં તારી, દૂર ને દૂર ના અમને રાખ
સુધર્યા ના હોઈએ અમે રે પ્રભુ, હવે અમને સુધારી નાંખ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)