ઓળખાય તન તો નામથી રે, એ ઓળખ તો પૂરી નથી
નિવાસના નામથી રે, જગમાં નિવાસી તો ઓળખાતો નથી
એક નામના તો હોયે અનેક નિવાસો, નિવાસીઓ સરખા નથી
એક જ નિવાસમાં કાંઈ બધા નિવાસીઓ તો વસતા નથી
જગનિવાસીની અંદર છે બધા નિવાસો, નિવાસો તો સરખા નથી
નિવાસે-નિવાસે છે નિવાસીઓ જુદા, નિવાસીઓ તો સરખા નથી
હોય ભલે એમાં જુદાપણું, મળતાપણું, મળ્યા વિના રહેતું નથી
વૃત્તિ ને કર્મોથી લાગ્યા આત્મા જુદા, પરમાત્માના અંશ વિના બીજું નથી
જુદાપણું જ્યાં હટયું, એક થયા વિના તો એ રહેવાના નથી
અનાદિ કાળથી રહ્યું છે આ ચાલતું, ચાલ્યા વિના આ રહેવાનું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)