ઊગતા સૂર્યને સહુ કોઈ પૂજે, મધ્યાહને તપતા સૂર્ય સામે નજર ન મંડાય
ઢળતા સૂર્યની અવગણના થાયે, સત્ય આ જગનું તો જીવનમાં દેખાય
છીછરા જળમાં સહુ છબછબિયા કરે, ધસમસતા જળની અવગણના ના થાય - સત્ય...
સફળતાને તો સહુ કોઈ પૂજે, નિષ્ફળતા તો બે ટપલા વધુ ખાય - સત્ય...
જગની ગતિ સાથે જો તાલ ના મળે, જગ પાછળ પાછળ એ ઢસડાતો જાય - સત્ય...
ચડતી ભરતી તો કિનારે પહોંચાડે, ઓટ તો કિનારાથી દૂર લઈ જાય - સત્ય
પાનખર તો જીવનમાં સદાયે આવે, કૂંપળો નવી, ત્યાં તો ફૂટતી દેખાય - સત્ય...
ખોટું તો જીવનમાં ક્યારેક તો સહુથી થાય, છુપાવી એને ગૂનો બીજો કરાવી જાય - સત્ય...
રાખી બંધ બુદ્ધિની તો બારી, પ્રકાશ નવા વિચારોનો ક્યાંથી પમાય - સત્ય...
જેવા ભાવો એવું રે વર્તન, કદી માનવ માનવને મિત્ર કે દુશ્મન બનાવી જાય - સત્ય...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)