કોણ કહે છે કે જગમાં હું એકલો છું, કે જગમાં હું એકલો છું
વિરાજે છે સદા નાથ મારા જ્યાં હૈયાંમાં રે, એના વિના ના હું કદી રહ્યો છું
વિચારોને વિચારો રહ્યાં સાથ દેતા મને જીવનમાં રે, એના વિના ના હું રહ્યો છું
રહ્યાં છે આશાને આશાના મિનારા સદા હૈયાંમાં, ના એના વિના ખાલી હું રહ્યો છું
રહ્યાં લાગણીના મોજા સદા ઊછળતા હૈયાંમાં, એના વિના ના ખાલી હું રહ્યો છું
પ્રેમની ધારા રહી સદા વહેતીને વહેતી તો હૈયાંમાં, એના વિના ના ખાલી રહ્યો છું
પ્રભુના પ્રેમની ધારામાં રહ્યો સદા હું નહાતો, એના વિના ના ખાલી રહ્યો છું
શ્વાસ રહ્યો છું ભલે લેતો ને છોડતો, શ્વાસ વિના જીવનમાં ના હું રહ્યો છું
રહી ઇચ્છાઓને ઇચ્છાઓ જાગતી સદા હૈયાંમાં, ઇચ્છા વિના ના ખાલી રહ્યો છું
મન વિનાનો રહ્યો ના કદી હું જીવનમાં, એની સાથે ભમતોને ભમતો રહ્યો છું
પડી ગઈ છે આદત બધાની સાથે રહેવાની, એના વિના રહેવા તૈયાર ના રહ્યો છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)