રે પ્રભુ બની ગયા છો જ્યાં તમે તો મારા
બનીને રહેજો તમે તો મારા, રહેજો તમે તો મારા હૈયામાં
રે વીત્યા છે કંઈક જન્મો, બનાવતા તમને તો મારા
નથી હવે તો બીજા જન્મો મારે તો વિતાવવા - રે પ્રભુ...
રે ગઈ છે પડી તો આદત, સદા તો ફરવાની
રાખવા કાબૂમાં એને, રહેજો સદા, મારા તો સાથમાં - રે પ્રભુ...
રે દઈશ ના તમને તો મોકા, કાઢશો ના તમે તો બહાના
મારા હૈયામાંથી તો પાછા છૂટવાના - રે પ્રભુ...
રે નવો નથી હું કે તમે, પાડવી પડશે આદત તો નવી
તારી સાથે રહેવાની ને તને તો સાથે રાખવાની - રે પ્રભુ...
રે કરશું લેણદેણ કર્મની પૂરી, રહી હશે તો જે અધૂરી
દઈ શક્તિ રહેજો સાથમાં, નાખજો ના મને ભુલાવામાં - રે પ્રભુ...
રે કરવા છે પ્રેમના સોદા, માગું છું તમારી મંજૂરી
છે હવે હાથમાં તમારા, મંજૂર કરવા કે ના કરવા - રે પ્રભુ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)