છે દોર સુખનો તો હાથમાં તારા, મજબૂત એને પકડી રાખજે
તાણશે તોફાનો તો જીવનમાં એને, ઢીલો ના એને તું રાખજે
છે દોર સૂક્ષ્મ એ તો એવો, ના જલદી હાથમાં એ તો આવશે
છે તાંતણો એ તો એવો, જલદી-જલદી હાથમાંથી એ સરકી જાશે
મુશ્કેલીથી આવશે જ્યાં હાથમાં, ના હાથમાંથી એને સરકવા દેજે
ગોતતાં દોર એનો, મળશે એ તુજમાં, ખયાલબહાર ના આ તું રાખજે
છૂટશે દોર જ્યાં હાથથી તારા, ગોતીશ બહાર, ના એ તો મળશે
શરૂ થાય છે દોર એનો તો તુજમાં, ત્યાં જ તને એ તો મળી રહેશે
ફરી-ફરી થાકીશ તું જગમાં, પાછા તુજમાં ફર્યા વિના ના મળશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)