કર્મોની પાઘડી બાંધી આવ્યો છે તું જગમાં, સંયમની કલગીથી શોભી ઊઠશે
સંજોગોના ચડયા છે વળ તો એમાં, સદ્દગુણોથી તો એ દીપી રે ઊઠશે
ભાવના રંગોથી રંગીશ જ્યાં એને, એના રંગોથી તો એ શોભી ઊઠશે
શ્રદ્ધાના મોતીથી ગૂંથીશ જ્યાં તું એને, એની ગૂંથણીથી એ તો દીપી ઊઠશે
શાંત ને સ્થિર મસ્તક પર, રહી બંધબેસતી, એ તો શોભી ઊઠશે
સમજદારીની અદાથી તો, નિત્ય જીવનમાં તો ઝળહળી રે ઊઠશે
પાડીશ ભક્તિની ભાત તું જ્યાં એમાં, સોનામાં સુગંધ ભળી ઊઠશે
રાખીશ બચાવી વિકારોના ડાઘથી એને, નયનમનોહર એ તો બનશે
કરીશ ભૂલો જ્યાં, એમાં તો તું, કિંમત ઓછી એની તું કરાવશે
છે પાઘડી તો તારી ને તારી, સમજી વિચારીને એને તું રાખજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)